મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર
SHARE







મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર
મોરબી શહેરમાં લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ હતો જે ગુનામાં 23 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપી ઉતરપ્રદેશના મથુરા જિલ્લામાં મદિરે સાધુ બની ગયો હોવાની માહિતી મળી હતી જેથી મોરબી જિલ્લા એલસીબીની ટીમ ત્યાં પહોચી હતી અને આરોપીને પકડવા માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓએ વેશ પલટો કરીને મથુરા જિલ્લામાંથી આરોપીને હસ્તગત કરીને મોરબી લઈ આવીને તેની ધરપકડ કરી હતી અને આરોપીને મોરબી કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002 માં ત્રાજપર ખારીમાં લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરીયાદીના નવી માતા ચંપાબેન (60)ની હત્યા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરીયાદીના માતા ચંપાબેનને આરોપીએ કપડા વડે ગળે ટુંપો આપીને હત્યા કરી નાખી હતી અને ફરિયાદીની માતાએ પહેરેલ દાગીના સોનાના પાટલા, ચેન, પગમાં પહેરવાના ચાંદીના કડલાની લુંટ કરી હતી અને આરોપીઓ નાશી ગયા હતા જે બનાવની યોગીનગરમાં રહેતા ફરીયાદીના દીકરા અશોકભાઇ પોપટભાઇ વરાણીયાએ ફરિયાદ નોંધાવેલ હતી
આ ગુનામાં મૃતક મહિલાની સાથે સેવા કરવા માટે રહેતી મહિલા સોનલબેન ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવરભાઇ પરમાર રહે. મુળ સોખડા તાલુકો ડોદરા તથા પ્રેમસીંગ ઉર્ફે ગુડુ સરમન બઘેલ (ગદરીયા) રહે. અવાર તાલુકો કુહેર રાજસ્થાન વાળાના નામ સામે આવ્યા હતા જેથી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે સભંવીત જગ્યાઓએ તેના વતનમાં તપાસ કરી હતી જો કે, આરોપી મળી આવ્યા ન હતા. અને મથુરા જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી રહેતા આરોપી પ્રેમસીંગ ઉર્ફે ગુડુ સરમન બઘેલની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને આગમી તા 18 સુધીના પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા છે.
આ આરોપીને પકડવા માટે એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી અને આરોપી પ્રેમસીંગ ઉર્ફે ગુડુ સરવનએ અહીથી હત્યા કરીને નાસી ગયા બાદ મથુરા જિલ્લામાં છાતા તાલુકાના તરોલી જાનુબી ગામની સીમમાં હનુમાનજીનું મંદિર સ્થાનિક લોકોના સહયોગથી બનાવેલ હતી અને ત્યાં તે સાધુનો વેશ ધારણ કરીને રહેતો હતો અને સેવા પુજા કરતો હતો. જેથી એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને આરોપીની ઓળખ તેના પરિવારજન સાથે કર્યા બાદ તેની ધરપકડ હત્યાના બનાવમાં કરવામાં આવેલ છે. જો કે, આરોપીને પકડવા માટે પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને તેની ટીમે ત્યાં વેશ પલટો કર્યો હતો અને ત્યાર બાદ આરોપી ત્યાંથી હસ્તગત કરીને મોરબી લઈ આવીને એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે.
મોરબી સહિત ગુજરાતમાં બની રહેલ ક્રાઇમની ઘટનામાં ઘણી વખત બીજા રાજ્યમાંથી આવેલા આરોપી ગુનાને અંજામ આપીને નાશી જાય છે ત્યાં બાદ વર્ષો સુધી તેનો કોઈ પત્તો લાગતો નથી તેવો ઘાટ આ બનાવમાં પણ બનેલ હતો જો કે, ટેકનિકલ મધ્યમ અને હ્યુમન સોર્સિસથી મહેનત કરીને પોલીસે હત્યા અને લૂંટના આ ગુનાનો 23 વર્ષે ભેદ ઉકેલી નાખેલ છે જો કે હજુ મહિલા આરોપી પકડાયેલ નથી.
