મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા


SHARE













મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા

મોરબીના હરીપર કેરાળા રોડ ઉપર આવેલ લેમીનેટના કારખાનાના લેબર કવાર્ટરની છત ઉપર શ્રમિકો સુતા હતા ત્યારે તેઓના જુદી જુદી કંપનીના ચાર મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હતી અને કુલ મળીને 48,000 ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જેથી ભોગ બનેલ શ્રમિકની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ચોરીમાં ગયેલા ચારેય મોબાઈલ સાથે પોલીસે હાલમાં બે શખ્સની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ થરાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં હરિપર કેરાળા રોડ ઉપર આવેલ નેલ્સન લેમીનેટ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ઉત્તમભાઈ ગણાજીભાઈ પરમાર (28)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે કારખાનાના લેબર ક્વાર્ટરની છત ઉપર તેઓ સુતા હતા ત્યારે તેમના વીવો અને મોટોરોલા કંપનીના બે મોબાઈલ ફોન જેની કુલ કિંમત 26,000 તથા હાજાભાઇ ચૌધરીનો ઓપો કંપનીનો 12,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ અને ભરતભાઈ ચૌધરીનો 10,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 48,000 ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ (32) રહે. જેતપર મોરબી રોડ ભાગ્યલક્ષ્મી હોટલની પાછળના ભાગમાં મોરબી તથા વિકાસભાઈ અનિલભાઈ લોરીયા (21) રહે. વીસીપરા મોરબી વાળાને ચોરીમાં ગયેલ ચારેય મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News