મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું


SHARE











મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદો અને ધારાસભ્યો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે 9.02 કરોડના 89 કામોનું ખાતમુહૂર્ત તથા 7.64 કરોડના 95 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સરકારે યુવા, ગરીબ, મહિલા અને ખેડૂતોના ઉત્થાન પર ભાર મૂકી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. યુવાઓને રોજગારી, મહિલાઓને સુરક્ષા, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ વિગેરેનો લોકોને ખૂબ જ લાભ મળી રહયો છે. આટલું જ નહીં અધુરુ ભણતર છોડી દેતા બાળકો અને ખાસ કરીને દીકરીઓને શિક્ષિત કરવામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવશોત્સવે મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યાર બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરાએ પ્રસંગિક ઉદબોધન આપ્યું હતું.

જયારે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, આજે આરોગ્ય, શિક્ષણ, રોજગારી, વીજળી તેમજ ખેતી ક્ષેત્રના વિકાસ સાથે ગામડાઓ ધબકતા થયા છે. તમામ ક્ષેત્રે માળખાકીય સુધારાઓ સાથે વિકાસની ગતિને વેગ મળ્યો છે અને છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્ય તથા ૧૧ વર્ષમાં દેશની કાયાપલટ થઈ છે. તો સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આજે વિકાસની વિભાવના બદલાઈ છે, શિક્ષણ, આરોગ્ય તથા શહેરી વિકાસ ક્ષેત્રે આદર્શ રોડ મેપ થકી અનેક વિકાસ પ્રકલ્પો નિર્માણ પામ્યા છે અને પામી રહ્યા છે. ત્યારે સહુકોઈને સ્વદેશી વસ્તુ અપનાવીને દેશને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. 

ત્યાર બાદ જુદાજુદા વિભાગના કુલ મળીને 11.66 કરોડના 184 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અને આ કામોમાં શાળાઓ, રોડ રસ્તાઓ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના કામ, કમ્પાઉન્ડ વોલના કામ, સ્મશાનના કામ, કોઝવે, પ્રોટેક્શન વોલ, વેટરનરી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર સહિતના કામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, ઈનચાર્જ ડીડીઓ અને ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવી, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન જયંતીભાઈ પટેલ સહિતના પદાધિકારી અને અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.






Latest News