મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ
SHARE







મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ
મોટી બરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત ગુજરાતની વિકાસયાત્રાને કેન્દ્રમાં રાખી ક્વિઝ સ્પર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષિકા જયમાલાબેન મિયાત્રા દ્વારા રજુ કરાયેલ આ ક્વિઝ સ્પર્ધામા શાળા પરિવારના વિદ્યાર્થીઓ હોંશભેર સહભાગી બન્યા હતા અને સ્પર્ધામાં કુલ ચાર ટીમ તૈયાર કરી હતી અને સમગ્ર સ્પર્ધામાં કુલ ત્રણ રાઉન્ડના અંતે ગુણના આધારે ટીમ-ડી એટલે કે "પાણિનિ" ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. અને સ્પર્ધાના અંતે દરેક ટીમ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય બી.એન.વિડજાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી વિકાસ અર્થે આયોજિત આ સ્પર્ધામાં શાળાના તમામ શિક્ષકો દ્વારા સફળ સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું.
