મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ
મોરબીની સ્પે.પોકસો કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો : સગીરાના બળાત્કાર-આપઘાત કેસમાં આરોપીને આજીવન કેદની સજા
SHARE
મોરબીની સ્પે.પોકસો કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો : સગીરાના બળાત્કાર-આપઘાત કેસમાં આરોપીને આજીવન કેદની સજા
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જે તે સમયે (વર્ષ-૨૦૧૬) રહેતા અને મૂળ વડોદરાના પરિવારની સગીર વયની દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેણીને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપનાર ઇસમની સામે કોર્ટે સમાજમા નમુનારૂપ કહી શક્યા તેવો ચુકાદો આપેલ છે અને આરોપીને આજીવન (અંતિમ શ્વાસ સુધી) કેદની સજા ફટકારી છે.
મોરબીના સરકારી વકીલ સંજયભાઈ દવે પાસેથી મળતી માહિતી પ્રમાણે, વર્ષ ૨૦૧૬ માં એટલે કે ગત તા.૮-૯-૨૦૧૬ ના રોજ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે સીમ વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરતા મૂળ વડોદરાના પરિવારની સગીર વયની દીકરી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતુ. જેને લઇને યુવતીએ આપઘાત કરી લીધો હતો.જેથી ભોગ બનેલ મૃતક સગીરાની માતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા હળવદ પોલીસે બળાત્કાર, મરવા મજબુર કરવુ અને પોકસો એકટ મુજબ ગુનો નોંધ્યો હતો જે કેશ સ્પે.પોકસો કોર્ટના જજ એમ.કે.ઉપાધ્યાય સમક્ષ કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યિલ પોકસો કોર્ટના સ્પેશિયલ જજ એમ.કે.ઉપાધ્યાયએ આરોપી અશોક દિપસિંગ નાયક જાતે આદિવાસી મૂળ રહે.ત્રાજપુરા હાલોલ વડોદરા બવાન સમયે રહે.ઈશ્વરનગર ગામની સીમમાં તા.હળવદ જી.મોરબી વાળાને આજીવન કેદ (જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ) ની સજા ફટકારી છે.વધુમાં સરકારી વકીલ સંજયભાઇ દવેના જણાવ્યા પ્રમાણે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી એટલે કે આરોપી અશોક નાયક જીવે ત્યાં સુધી કેદની સજા કોર્ટ દ્વારા ફટકારીને સ્પે.પોકસો કોર્ટના જજ એમ.કે.ઉપાધ્યાય દ્રારા સમાજમાં ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવેલ છે.જેમાં કલમ ૩૭૬(૨)(એન) બળાત્કાર સંદર્ભે આરોપીને ૨૦ હજારનો દંડ તેમજ કલમ ૩૦૬ એટલે કે મરવા મજબૂર કરવાની કલમ હેઠળ ૧૦ હજારનો દંડ એમ કુલ રૂા.૩૦ હજારનો રોકડ દંડ પણ આરોપીને ફટકારવામાં આવેલ છે.
અંતમાં સરકારી વકીલ સંજયભાઈ દવેના જણાવ્યા પ્રમાણે કોર્ટ દ્રારા ૧૮ જેટલા સાહેદોને ચકાસ્યા બાદ અને ૨૯ જેટલા દસ્તાવેજી પુરાવાઓને તપાસ્યા બાદ સ્પેશિયલ પોકસો કોર્ટના સ્પેશિયલ જજ એમ.કે.ઉપાધ્યાય દ્વારા સમાજમાં ધાક બેસાડતો ઉપરોકત ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬ માં એટલે કે તા.૯-૯-૨૦૧૬ ના ગુનો નોંધાયો હતો અને તા.૧૩-૧૨-૨૦૨૧ ના રોજ બળાત્કાર અને તેના લીધે ભોગ બનેલ સગીરાએ કરેલ આપઘાત કેશમાં સ્પે.પોકસો કોર્ટે આરોપી અશોક નાયકને જીવનના અંતિમ શ્વાસ સુધી એટલે કે આજીવન કૈદનો ચુકાદો ફરમાવ્યો છે.