મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં ઇનોવેશન ઇન્સપાયર ડે ની ઉજવણી કરાઇ
SHARE
મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં ઇનોવેશન ઇન્સપાયર ડે ની ઉજવણી કરાઇ
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે એપીજે અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે ઇનોવેશન ઇન્સપાયર ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અને પ્રા. કે.આર.દંગીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર પ્રા. ડો. એ.એચ.રાજપૂતે વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનોવેશન તેમજ અબ્દુલ કલામ વિશે પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમની આભાર વિધિ ડૉ. નાજાભાઇ કોડિયાતરે કરી હતી. અને કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ સંભાળ્યું હતું.