ટંકારાના સજનપર ગામે ભાઈબીજના દિવસે નાટકનું આયોજન: મોરબીના સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો
SHARE














ટંકારાના સજનપર ગામે ભાઈબીજના દિવસે નાટકનું આયોજન: મોરબીના સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો
ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૨૩/૧૦ ને ગુરુવાર (ભાઈબીજ) ના દિવસે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મહાન ઐતિહાસિક નાટક જેસલ તોરલ અને હાસ્ય રસિક કોમિક ગાંડિયાની ગાંડાઈ રજૂ કરવામાં આવશે અને રાત્રે ૯:૩૦ કલાકે આ નાટક શરૂ કરવામાં આવશે જેથી કરીને ધર્મ પ્રેમી, ગૌ પ્રેમી સહિતના તમામ લોકોને નાટક જોવા આવવા માટે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ વતી આમંત્રણ આપવામાં આવ્યું છે.
શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાયો
શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૧૫ ને બુધવારના રોજ શનાળા ગામે લીમડાવાળા મેલડી મંદિર પાછળ ઉમિયાનગર સોસાયટી મોરબી ખાતે શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ કલાકે ઉમિયાનગર શકત શનાળા ખાતે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગુજજર તથા સાથી ગ્રુપ અને ચાંદલિયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક મહોત્સવનો સહુકોઈએ લાભ લીધો હતો.

