મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ
SHARE














મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ
મોરબીનબી કોરટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ કેસની બાકી નીકળતી રકમ ૩,૦૮,૫૮૩ ની બમણી રકમ ૬,૧૭,૧૬૬ ફરીયાદ તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા કોર્ટે હુકમ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે, વાંકાનેરના માટેલ ગામે રહેતા ફરિયાદી કમલેશભાઈ ભગવાનજીભાઈ જેઠાલોજા સોલવીશ સિરામિક એલ. એલ.પી. ના પાર્ટનર છે અને તેની પાસેથી આરોપી જય માં દુર્ગા ટ્રેડર્સના પ્રોપરાઇટર રામઅવતાર રામદયાલ રહે પીપરાઇચ જિલ્લો ગોરખપુર ઉત્તરપ્રદેશ વાળાએ સિરામિક ટાઇલ્સની ખરીદી કરેલ હતી. તેની બાકી રહેતી લેણી રકમ પૈકી ૩,૦૮,૫૮૩ વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો. તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળનો ફોજદારી કેસ મોરબીના એડિશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૪ ની સાલમાં દાખલ કરેલ હતો.
જેમાં આરોપીએ બાકીની રકમ નહિ ચુકવતા ફરિયાદની ટ્રાયલ ચાલી જતા આરોપી રામઅવતાર રામદયાલને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી નીકળતી રકમ ૩,૦૮,૫૮૩ ની બમણી રકમ ૬,૧૭,૧૬૬ ફરીયાદ તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા તથા વળતર ચૂકવવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે.નાયક અને નલીનકુમાર ટી.અઘારા રોકાયેલ હતા.

