હળવદના નવા દેવળીયા નજીક આર્ટિકાના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત
હળવદના માથક ગામે વાડીએ પડેલ કારમાંથી 12 બોટલ દારૂ-216 બીયરના ટીન ઝડપાયા, 3.63 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ
SHARE













હળવદના માથક ગામે વાડીએ પડેલ કારમાંથી 12 બોટલ દારૂ-216 બીયરના ટીન ઝડપાયા, 3.63 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ
હળવદના માથક ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કારમાંથી દારૂની 12 બોટલ અને બિયરના 216 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને 3,63,120 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે, આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માથક ગામની સીમમાં વાઘજીભાઈ કોળીની વાડીએ દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સ્વિફ્ટ કાર નંબર જીજે 36 એફ 1508 મળી આવી હતી જે કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની12 બોટલ અને બિયરના 214 ટીન મળી આવતા પોલીસે 63,120 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો અને 3 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 3,63,120 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મુદ્દામાલ આરોપી પિન્ટુ અશોકભાઈ બોરાણીયા રહે. માથક તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
5 બોટલ દારૂ સાથે પકડાયો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી સામેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવતા પોલીસે 1250 રૂપિયાની કિંમતનો મુદ્દામાલને કબ્જે કર્યો હતો અને આરોપી પિયુષભાઈ કિરીટભાઈ દફતરી (42) રહે. વાવડી રોડ સુમતિનાથ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
