મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી કર્ણાટક રાજ્યમાંથી પકડાયો
ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌશાળાના લાભર્થે નાટકનું આયોજન
SHARE
ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌશાળાના લાભર્થે નાટકનું આયોજન
ટંકારાના નસીતપર ગામે આગમી તા.૨૬ ના રોજ શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે જુદાજુદા બે ભવ્ય નાટકનું આયોજન કરવાં આવ્યું છે જેનો ગૌપ્રમીઓ સહિતના લોકોએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.
આગામી તા. ૨૬ ને રવિવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ મુકામે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ- નસીતપરના લાભાર્થે શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ- નસીતપર દ્રારા મહાન ઐતિહાસિક નાટક "સોરઠનો સિંહ રા'નવઘણ યાને બહેન જાહલ ની ચિઠ્ઠી" સાથે હાસ્ય રસીક કોમીક "બિચારો શેઠ, ફસાયો ઠેઠ" ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી આમંત્રણ આપવામાં આવ્યું છે.