મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં નાના વેપારીઓ પાસેથી દિવડાની ખરીદી કરી દિવાળીની સાર્થક ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE





મોરબીમાં નાના વેપારીઓ પાસેથી દિવડાની ખરીદી કરી દિવાળીની સાર્થક ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપએ એક હૃદયસ્પર્શી સંકલ્પ લીધો “મોલ નહિ, ઑનલાઈન નહિ… મનથી ખરીદી!” આ વિશેષ અભિયાન અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ શહેરના નહેરુ ગેટ સહિતના બજાર વિસ્તારોમાં પાથરણા, રેંકડી અને કેબિન ધરાવતા નાના ધંધાર્થીઓ પાસેથી જ દિવાળીની ખરીદી કરી. દિવડા, ફૂલહાર, તોરણ, ઘર સુશોભનની વસ્તુઓ જેવી ચીજવસ્તુઓ સીધી આ સામાન્ય વર્ગના વેપારીઓ પાસેથી લઈ તેમના ઘરમાં પણ દિવાળીના દીપ પ્રગટાવ્યા છે. આ અભિયાનનો હેતુ એ હતો કે નાના વેપારીઓને સ્વનિર્ભર બનવાની તક આપવી, અને લોકોને સમજાવવું કે સાચી દિવાળી તે જ, જયાં ખુશી વહેંચાય. યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે “દિવાળી એ માત્ર ખરીદીનો નહીં, પરંતુ સહકારનો તહેવાર છે.”




Latest News