મોરબીમાં નાના વેપારીઓ પાસેથી દિવડાની ખરીદી કરી દિવાળીની સાર્થક ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ
મોરબીના મકનસર ગામે યુવાને તેના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE














મોરબીના મકનસર ગામે યુવાને તેના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીના મકનસર ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા વિનોદભાઈ શામજીભાઈ સિહોરા (23) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બળદેવભાઈ દેત્રોજા ચલાવી રહ્યા છે
ચાર બોટલ દારૂ
મોરબીના મહેન્દ્રનગર ગામે આઈ.ટી.આઈ કોલેજ પાસે પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા નીતાબેન ડાભી મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 372 ની કિંમતની દારૂની બોટલો કબ્જે કરી હતી અને આરોપી નીતાબેન પ્રકાશભાઈ ડાભી (31) રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા પકડાયા
મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ભાવનાબેન ઉર્ફે ભાવલી રાજેશભાઈ સાતોલા (40) રહે. ત્રાજપર ખારી મોરબી અને શોભનાબેન મુકેશભાઈ સુરેલા (27) રહે. ઇન્દિરાનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ 700 રૂપિયાની રોકડ સાથે બંનેની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

