મોરબી નજીકથી બોલેરો ગાડીમાં બે બળદને લઈ જતાં એક શખ્સ પકડાયો, એક નાસી છૂટ્યો
હળવદમાંથી માથું-હાથ કાપેલ હાલતમાં મળેલ લાશની ઓળખ મળી
SHARE
હળવદમાંથી માથું-હાથ કાપેલ હાલતમાં મળેલ લાશની ઓળખ મળી
હળવદમાં રાતકડી હનુમાન મંદિરે જવાના રોડ ઉપરથી માથું અને હાથ કાપેલ હાલતમાં એક લાશ ગઈકાલે મળી આવી હતી જેથી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને કોઈ જાનવરે મૃતદેહ ફાડી ખાધો હોવાની શક્યતા હતી દરમ્યાન પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મળી ગયેલ છે.
હળવદમાં આવેલ રાતકડી હનુમાન મંદિર જવાના રોડ ઉપરથી ગઇકાલે એક મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને ત્યાં સ્થળ ઉપરથી માથું અને હાથ કપાયેલ હાલતમાં પુરુષની લાશ મળી આવી હતી જેથી મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને અજાણ્યા પુરુષની લાશ મળી હોવાથી પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગઇકાલે મળી આવેલ મૃતદેહ ઈશ્વરગીરી ઉર્ફે ઈસો ભાનુગીરી ગોસાઈ (60) રહે. હાલ રાતકડી હનુમાન મંદિર જવાના રસ્તે મેલડી માતાજીના મંદિરે હળવદ મૂળ રહે. લીંબડી જીલ્લો સુરેન્દ્રનગર વાળા મેલડી માતાજીના મંદિરે રહેતા હતા અને કોઈ કારણોસર બીમારી સબબ બેભાન અવસ્થામાં પડી ગયેલ હોય અને જંગલી જનાવર દ્વારા જમણો હાથ તથા ખોપરીનો ભાગ અને શરીરે અલગ અલગ જગ્યાએ બચકા ભરીને ઇજા કરવામાં આવી હતી જે અંગેની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.