હળવદના સુંદરીભવાની ગામે બાઇક અડી જવાની બાબતે યુવાનને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો
મોરબી નજીકથી બોલેરો ગાડીમાં બે બળદને લઈ જતાં એક શખ્સ પકડાયો, એક નાસી છૂટ્યો
SHARE














મોરબી નજીકથી બોલેરો ગાડીમાં બે બળદને લઈ જતાં એક શખ્સ પકડાયો, એક નાસી છૂટ્યો
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને ગૌરક્ષકો દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી બે બળદ દોરડા વડે બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું અને વાહનમાં બેઠેલા બે પૈકીનો એક શખ્સ તકનો લાભ લઈને નાશી ગયો હતો જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ શિવાભાઈ મૈયારા (26)એ મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જીવણભાઈ સંતુ માનઠાકુર (25) રહે. હાલ સનાળા ગામની સીમમાં આવેલ ઉપેશભાઈ પાડલીયાની વાડીએ મૂળ રહે. મધ્યપ્રદેશ તથા વાહનમાં બેઠેલ અન્ય એક શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે સીએનજીના પંપ સામેથી બોલેરો ગાડી નંબર જીજે 13 એટી 3351 પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે વાહનમાંથી બે બળદ દોરડા વડે બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી આ અંગેની ગૌરક્ષક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

