હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
SHARE













હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
હળવદ શહેરમાં રહેતા આધેડના કૌટુંબિક ભાઈએ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને એક વ્યક્તિને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલાખોરને સમજાવવા માટે થઈને ગયેલ આધેડ સહિતના ત્રણ વ્યક્તિઓને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બે વ્યક્તિને છરીના ઘા મારીને ઈજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના સરા રોડ ઉપર રહેતા મનસુખભાઈ પુંજાભાઈ રાઠોડ (51)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમન હસમુખભાઈ પરમાર, કાર્તિક હસમુખભાઈ પરમાર, મોહિત હસમુખભાઈ પરમાર, કલ્પેશ હસમુખભાઈ પરમાર અને હિંમત કાનજીભાઈ પરમાર રહે બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેના કૌટુંબિક ભાઈએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેનું મન દુઃખ રાખીને અમન પરમારે સાહેદ દિનેશભાઈને બાબાસાહેબ શોપિંગ સેન્ટરની પાછળના ભાગમાં તળાવ કાંઠે ધોકા વડે માર માર્યો હતો જે બાબતે ફરિયાદી તથા સાહેદો તેને સમજાવવા માટે જતા અમન પરમારે સાહેદ રાકેશભાઈ મનસુખભાઈ રાઠોડ ઉપર છરી વડે પીઠના ભાગે હુમલો કરીને ગંભીર ઈજા કરી હતી તથા કાર્તિક પરમારે સાહેદ બૂટાભાઈ જીવાભાઇ રાઠોડને છરી વડે પીઠના વાગે ઘા મારીને તથા હાથના ભાગે ગંભીર ઇજા કરી હતી જ્યારે મોહિત પરમારે સાહેદોને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મનસુખભાઈ રાઠોડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
