સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
SHARE













સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
દિપોત્સવ તેમજ નુતનવર્ષની શુભકમના પાઠવતાં કચ્છ - મોરબીનાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન, નખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા) મધ્યે ભાઇબીજનાં સાંજે સ્નેહ મિલન, શ્રી રામદેવજી મહારાજ મંદિરે પાટકોરી, મહાપ્રસાદ તથા રાત્રે સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે શ્રી રામદેવપીરની અસીમ કૃપા પૂ. સતાદાદાનાં આશિષથી તા. ૨૩/૧૦ ગુરૂવારે ભાઈભીજનાં પાવનદિને પૂ. રામદેવપીરની પાટકોરી, મહાપ્રસાદ તેમજ દિપ પર્વની ઉજવણી સાથે નુતનવર્ષની શુભકામનાંઓના આદાન પ્રદાન માટે સ્નેહમિલન સાથે સાથે સંતવાણીનાં કાર્યક્રમનું સુખપર (રોહા) શ્રી રામદેવજી મહારાજ મંદિરે આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છ - મોરબીનાં ભાજપ અધ્યક્ષ, ધારાસભ્યઓ, ભાજપ સંગઠન, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી તેમજ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પ્રમુખઓની વિશેષ ઉપસ્થિતિમાં સર્વ સ્નેહીજનો, મિત્ર વર્તુળ, ભાજપ પક્ષનાં સર્વે હોદેદારો, કાર્યકરો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તથા અન્ય સેવાકીય સંસ્થાઓ પ્રતિનિધિઓ, પત્રકારમિત્રો, આસપાસના ગ્રામજનો, જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દીપોત્સવી પરમ પ્રેરણાનું પર્વ છે. નવા ઉત્સાહ અને આનંદનાં પર્વને આપણે સૌ સાથે મળી ઉજવીયે તેવી શુભકામના સાથે સર્વેને ભાવભર્યું નિમંત્રણ સાંસદ વિનોદભાઈ ચાવડાએ પાઠવેલ હતું.
