વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર
ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા
SHARE
મોરબીના બગથળા ગામે નકલંક દાદાના મંદિરે શીશ ઝુકાવતા રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયા: અન્નકૂટ દર્શન, મહા આરતી અને પ્રસાદનો હાજરો લોકોએ લાભ લીધો
મોરબી નજીકના બગથળા ગામે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક દાદાના મંદિરે અન્નકુટ દર્શન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા ગામ અને શહેરમાથી મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે આજે નકલંક મંદિરે આવ્યા હતા. ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા પણ તેઓના ધર્મપત્ની સાથે નકલંક દાદાના દર્શન કરવા માટે થઈને બગથળા ગામે નકલંક દાદાના મંદિરે પહોંચ્યા હકા અને દાદાને શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.
મોરબી નજીકના બગથળા ગામે દર વર્ષે ગ્રામજનોના સહકારથી અન્નકૂટ દર્શન અને મહા પ્રસાદનું મંદિરના મહંત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને આ રીતે બેસતા વર્ષની ઉજવણી સાથે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન, મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગથળા ગામ અને તેની આસપાસના ગામોના લોકો તેમજ અહીથી ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે બગથળા ગામે આવ્યા હતા આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો નકલંક મંદિરે આવતા હોય છે જેથી ત્યાં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળે છે.
આ મંદિરના મહંત દામજી ભગતના કેહવા પ્રમાણે નકલંક મંદિરની સ્થાપના 207 વર્ષ પૂર્વે કરવામાં આવી છે ત્યારથી જ દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ રાખવામા આવે છે જેનો બીલીયા, બગથળા, બરવાળા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદાનગર, જેપુર, ખેવારીયા, ગોર ખીજડીયા સહીત આસપાસના ગામના હજારો લોકો લાભ લેતા હોય છે. આટલું જ નહિ રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે બેસતા વર્ષના દિવસે અચૂક આવે છે અને દાદાના આશીર્વાદથી તેઓના તમામ દુઃખ દૂર થાય તેના માટેની સહુ કોઈ પ્રર્થના કરતા હોય છે.
રાજ્યના શ્રમ રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે તેઓના ધર્મપત્ની જયોત્સનાબેન અમૃતિયા સાથે નકલંક દાદા ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને નકલંક દાદાને શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરી છે અને આગામી સમયમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા અનેક કામો રાજ્ય અને કેન્દ્ર સરકારના માધ્યમથી કરવામાં આવશે. તેવી તેમણે ખાતરી આપી હતી.