મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં સામસામે મારામારીમાં આઠ લોકોને ઇજા


SHARE



























મોરબીના ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં સામસામે મારામારીમાં આઠ લોકોને ઇજા

 

મોરબીના સામાકાંઠે આવેલા બે જુદાજુદા વિસ્તારોમાં સામસામે મારામારીના બનાવો બન્યા હતા.જેમાં ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં થયેલ મારામારીના બનાવમાં આઠ લોકોને ઈજા થઈ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ઇન્દિરાનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં રવિ દિનેશભાઈ સુરેલા (૨૫), સાવન દિનેશભાઈ સુરેલા (૨૩) અને વિક્રમ ભરતભાઈ સુરેલા (૧૮) ને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને તે બનાવમાં સામેના પક્ષેથી રમેશભાઇ ટપુભાઈ ધોળકિયા (૫૦) અને કમાભાઈ રમેશભાઈ ધોળકિયા (૨૦) રહે. બધા ઇન્દિરાનગરને ઇજા થયેલ હોય તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મારામારીનો બીજો બનાવ સોઓરડી પાછળના માળિયા વનાળીયા સોસાયટી વિસ્તારમાં બન્યો હતો.જ્યાં મારામારીના બનાવમાં લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ બારોટ (૬૦) અને મધુબેન લક્ષ્મણભાઈ બારોટ (૪૩) તથા સામેના પક્ષેથી અમરશીભાઈ છગનભાઈ બારોટ (૫૦) રહે. બધા માળિયા વનાળીયા સોસાયટીને ઇજા થયેલ હતી.જેથી તેઓને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હોય ઉપરોક્ત બંને બનાવો સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં બે લોકોને ઈજા

મોરબીના હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ગુલ્ફીની લારીઓ ભરેલી રીક્ષાની બ્રેક ફેલ થવાથી આગળ જતાં મિલર વાહનની સાથે અથડાઈ હતી.જે બનાવમાં ઈકબાલ નૂરમામદભાઈ ગાલબ (૩૪) રહે.વાવડી મોરબી તથા અલ્લારખાભાઈ કરીમભાઈ રાઉમા (૫૪) રહે.રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબીને ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબી વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૨ માં રહેતા અલ્તાફ હુસેનભાઇ જીંગીયા નામના ૨૪ વર્ષના યુવાને કોઈ કારણોસર રાત્રિના તેના ઘરે જાતે બ્લેડ વડે હાથ ઉપર છરકા કર્યા હતા.જેથી કરીને તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રકાશ હેમુભાઈ સિહોરા નામનો ૩૪ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કરિયાણા અને રણછોડગઢ વચ્ચે બાઈક સાથે ઢોર અથડાવાથી પડી ગયો હોય તેને અત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબી સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલા વૃષભનગર સોસાયટી વિસ્તારમાં રહેતા સુરેજાબેન ગોપાલભાઈ સહેજા નામના ૩૫ વર્ષના મહિલા તેઓના ઘરે સીડી ઉપરથી પડી ગયા હોય નાકના ભાગે લોહી નીકળેલ હોય તેમજ બરોબર બોલી શકતા ન હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં હનીફભાઈ અલારખાભાઈ (૪૪) રહે.ચરાડવા તા.હળવદને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News