મોરબીમાં પીજીવીસીએલના ગ્રાઉન્ડમાંથી મેટલ પાર્ટ અને પિત્તળના નટબોલની ચોરી કરવા ઘૂસેલ શખ્સ રંગેહાથે પકડાયો
SHARE
મોરબીમાં પીજીવીસીએલના ગ્રાઉન્ડમાંથી મેટલ પાર્ટ અને પિત્તળના નટબોલની ચોરી કરવા ઘૂસેલ શખ્સ રંગેહાથે પકડાયો
મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પીજીવીસીએલની ઓફિસના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી મેટલ પાર્ટ અને પિત્તળના નટ બોલ ચોરી કરવાના ઇરાદે એક જગ્યાએ ભેગા કરીને મૂકવામાં આવ્યા હતા તથા વીજ ટ્રાન્સફોર્મરમાંથી 410 લીટર જેટલું ઓઇલ ઢોળીને 53,000 ની નુકસાની કરવામાં આવી હતી ત્યારે વીજ કંપનીના સિક્યુરિટી ગાર્ડે તે શખ્સને રંગે હાથે પકડ્યો હતો અને ત્યારે વીજ કંપનીના કર્મચારી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન્મા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ચોરી કરવા માટે ઘૂસેલા શખ્સને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે મિલાપનગરમાં રહેતા ભાવેશભાઈ રામજીભાઈ કુંડારીયા (41) એ મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વલ્લભભાઈ સવસીભાઈ કુંઢીયા (40) રહે ભીમસર ત્રણ માળિયા પાસે વેજીટેબલ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વેજીટેબલ રોડના ખૂણા પાસે આવેલ પીજીવીસીએલની ઓફિસના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલા 44 વીજ ટ્રાન્સફોર્મરમાંથી આરોપીએ મેટલ પાર્ટ તથા પિતળના નટબોલ ખોલીને ચોરી કરવાના ઇરાદે એક જગ્યાએ ભેગા કરીને મૂક્યા હતા અને વીજ ટ્રાન્સફોર્મરમાંથી 410 લીટર જેટલું ઓઇલ ઢોળી નાખ્યું હતું જેથી 53 હજાર રૂપિયાની નુકસાની કરેલ હતી ત્યારે સિક્યુરિટીના સ્ટાફે તેને રંગે હાથે પકડી લીધો હતો અને આ બાબતે વીજ કંપનીના કર્મચારીએ નામ જોગ ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી વલ્લભભાઈ કુંઢીયાને ઝડપી લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.









