મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં 135 લોકોનો ભોગ લેવાયો તે દુર્ઘટનાની આજે ત્રીજી વરસી: તંત્રની અક્ષમ્ય બેદરકારીના છતાં હજુ ન્યાય ઝંખતા પરિવારો
SHARE
મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં 135 લોકોનો ભોગ લેવાયો તે દુર્ઘટનાની આજે ત્રીજી વરસી: તંત્રની અક્ષમ્ય બેદરકારીના છતાં હજુ ન્યાય ઝંખતા પરિવારો
મોરબીની મચ્છુ નદી ઉપર વર્ષો પહેલા જે ઝુલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જે પુલ તા 30/10/22 ના રોજ તૂટી પડ્યો હતો જેથી કરીને ત્યાં હરવા ફરવા માટે પરિવાર કે મિત્રો સાથે આવેલા લોકોમાંથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, સગર્ભા મહિલાઓ સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજયાં હતા આ દુર્ઘટનાને આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તો પણ ભોગ બનેલા લોકોના પરિવારજનો આજની તારીખે પણ ન્યાય મેળવવા માટે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે અને ન્યાય ઝાંખી રહ્યા છે.
મોરબી સીરામીક ઉદ્યોગના લીધે દેશ અને વિદેશમાં જાણીતું શહેર છે જો કે, વર્ષ 2022 માં મોરબીની શાન સમાન ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ઝૂલતા પુલ ઉપર પરિવારજનો કે મિત્રની સાથે હરવા ફરવા માટે ગયેલા લોકો માંથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, સગર્ભા મહિલાઓ સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજયાં હતા ત્યાર બાદ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પુલની મેંટેનન્સ અને મેનેજમેંટ કરનાર એજન્સીની સામે ગુનો નોધવામાં આવેલ હતો અને આ ગુનામાં ઓરેવા કંપનીના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 1 0 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ક્રમશઃ તે આરોપીઓ જામીન મુક્ત થઈ ગયેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, ઓરેવા ટ્રસ્ટને આ પુલનું કામ મોરબી નગરપાલિકા દ્વારા આપવામાં અવાયું હતું અને જે તે સમયે પુલને રીપેર કરવા માટે તેને બંધ પણ કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ વર્ષ 2022 માં બેસતા વર્ષના દિવસથી પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. અને તા 30/10/2022 ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ઘડકાભેર ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેથી કરીને પુલ ઉપર રહેલા લોકો સીધા જ નીચેના ભાગમાં ભરેલ ગટરના ગંદા પાણીમાં પડયા હતા અને ઘણા લોકોને રિબાઈ રિબાઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જે દિવસે દુર્ઘટના તે દિવસે રવિવાર હતો જેથી ઘણા લોકો ત્યાર હરવા ફરવા માટે આવ્યા હતા અને તે સમયે ઝૂલતો પુલ તૂટવાના લીધે મચ્છુ નદીનો પટ લોકોની બચાવો બચાવોની બૂમોથી મચ્છુ નદી ગુંજી ઉઠ્યો હતો. અને તેના ફોટાઓ અને વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થયા હતા. અને દેશ વિદેશમાં આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગયેલ હતી. જો કે, આ ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યાં હતા અને જે દિવસે પુલ તૂટ્યો હતો ત્યારે અંદાજે 400 જેટલા લોકો ઝૂલતા પુલ ઉપર પોતાના પરિવાર કે મિત્રો સાથે હતા. તેમાંથી બાળકો, સગર્ભા મહિલાઓ, મહિલાઓ, વૃદ્ધો, યુવક અને યુવતીઓ સહિતના નિર્દોષ લોકો પુલ તૂટતાં મોતને ભેટ્યા હતા.
આ ઘટનાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પણ ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા અરજી કરવામા આવેલ છે તેમજ મોરબી ઝુલતા પુલ કેસના તમામ આરોપીએ મોરબીની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી જેને રદ્દ કરવામાં આવેલ છે ત્યાર બાદ તે તમામ આરોપીએ હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરેલ છે બીજી બાજુ મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ગત તા 30/11 ના રોજ આ કેસમાં કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થાય તેના માટે સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ આરોપીઓ અને ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા અરજી કરવામા આવેલ છે તે હાલમાં હાઇકોર્ટમાં પેન્ડિંગ છે જેથી કરીને મોરબીની કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા માટેની આગળની કાર્યવાહી થઈ નથી. અને હાઇકોર્ટમા કરવામા આવેલ અરજીઓનો નિકાલ થશે પછી જ આ કેસમાં આરોપીઓની સામે ચાર્જ ફ્રેમ થશે. જેથી ઝૂલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને ન્યાય કયારે મળશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.
ઝૂલતા પુલ કેસમાં કોણ કોણ છે હાલમાં જામીન ઉપર
ઝૂલતા પુલ કેસમાં પોલીસે તપાસ કરીને જે તે સમયે કુલ મળીને 10 આરોપીઓને પકડીને જેલ હવાલે કરેલ હતા અને ત્યાર બાદ ક્રમશઃ તે આરોપીઓના વકીલો મારફતે મૂકવામાં આવેલ જમીન અરજીઓને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ ઓ. પટેલ, ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ અને દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર તથા પ્રકાશ લાલજીભાઈ પરમાર તે ઉપરાંત મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ જામીન ઉપર છે.









