મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ


SHARE









મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની ડબલ રકમનો દંડ ત્થા ચેકની રકમ 9 ટકાના વ્યાજ સાથે રકમ ચુકવવા માટેનો કોર્ટે આદેશ કર્યો છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ અનિલભાઈ માવજીભાઈ ડાભીએ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલ પાસેથી મિત્રતાના સંબંધના દાવે છ માસની મુદત માટે 6 લાખ રૂપિયા લીધા હતા જે હાથ ઉછીના લીધેલ રૂપિયા અનિલભાઈ માવજીભાઈ હડીયલએ 6 લાખ રૂપિયાનો ચેક આપેલ હતો. અને આરોપીએ ફરીયાદીને પ્રોમીશરી નોટ લખી આપેલ હતી ત્યારબાદ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલે પાકતી તારીખે ચેક તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા ચેક આરોપીના એકાઉન્ટમાં પૂરતુ ભંડોળ ન હોવાના કારણે રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ તેમના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટક મારફત નોટીશ આપી હતી છતાં પણ આરોપીએ ફરીયાદીને ચેકની રકમ નહી ચુકવતા ફરિયાદીએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેશ નં-4056/23 થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- 138 અન્વયે ફરીયાદ દાખલ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદીના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટકએ કરેલ દલીલ અને રાજુયાતોને ધ્યાને લઈને જજ એસ.એ.મેમણ સાહેબે આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની બમણી રકમ 12 લાખનો દંડ અને ચેકની રકમ 6 લાખ ઉપર ફરીયાદની તારીખથી ચુકવણી સુધીની તારીખનુ વાર્ષિક 9 ટકા વ્યાજ સહીતની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી વતી વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા, વિશાલભાઈ ચાવડા તથા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.




Latest News