મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૩જી તારીખે દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમનો શુભારંભ કરાશે


SHARE









મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૩જી તારીખે દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમનો શુભારંભ કરાશે

મોરબીના આંગણે પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં થોડો ફેરફાર થયો છે અને આ મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે. અને આગામી તા ૩ નવેમ્બરે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

અણધાર્યા કમોસમી વરસાદને કારણે મુલાકાતીઓને મુશ્કેલી ન પડે અને તેમની સગવડ સારી રીતે સચવાય રહે એ ધ્યાનમાં રાખીને પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે મોરબીના આંગણે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. અને હવે આ મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે. અને આ મહોત્સવનો શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૩ નવેમ્બર સોમવારે સાંજે રહેશે. જેમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ મહોત્સવ નિમિત્તે ખાસ ઊભી કરવામાં આવેલી "જોવા જેવી દુનિયા" ની મુલાકાત ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે. જેવુ આયોજકોએ જણાવ્યુ છે.




Latest News