મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ
મોરબીમાં મહાપાલીકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 ની જન્મજયંતી નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશન યોજાઇ
SHARE
મોરબીમાં મહાપાલીકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 ની જન્મજયંતી નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશન યોજાઇ
મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ મહાપાલીકાની જગ્યા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150 ની જન્મજયંતી નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ ક્વીઝ કોમ્પિટિશનમાં વિજેતા બનેલ ટીમને મહાપાલિકા દ્વારા 2500 રૂપિયાનું રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવેલ હતી આ તકે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે કવીઝ કોમ્પિટિશન ખાસ કરીને એકાતા દિવસના અનુસંધાને રાખવામાં આવી હતી અને સ્પર્ધામાં ભાગ લેનાર ટીમોને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર ચાર ટીમોએ ઉત્સાહભેર તેના જવાબ આપ્યા હતા અને કોમ્પીટીશનના અંતે વિજેતા બનેલ ટીમને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી અને ખાસ કરીને આ કોમ્પિટિશનનો હેતુ યુવા પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિષે જાણે અને તેમના કાર્યોમાંથી પ્રેરણા મેળવે તેવો હતો આ તકે મહાપાલિકાની ફાયર વિભાગની ટીમના કર્મચારીઓએ દિવાળીના દિવસોમાં અને છેલ્લા દિવસોમાં કરેલ જુદી જુદી જગ્યા ઉપરના રેસ્ક્યુની કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા