ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે એસિડ પી ગયેલ યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE







મોરબીના દલવાડી સર્કલ પાસે એસિડ પી ગયેલ યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્ક પાસે રહેતા યુવાને દલવાડી સર્કલ પાસે એસિડ પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડની પાછળના ભાગમાં તુલસી પાર્ક પાસે રહેતા યુવરાજસિંહ ભરતસિંહ ઝાલા (43) નામના યુવાને દલવાડી સર્કલ નજીક કોઈપણ કારણોસર એસિડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીને સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ તુલસી ટ્વિન્સના ફ્લેટમાં રહેતા વનિતાબેન ઈશ્વરભાઈ કડીવાર (62) નામના વૃદ્ધા બાઈક પર બેસીને છાત્રાલય રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવાર

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રહેતા હરજીવનભાઈ દેવજીભાઈ કારોલીયા (71) નામના વૃદ્ધ બાઈકમાં બેસીને ધર્મમંગળ રેસિડેન્સી ખાતે ઘુડા રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

માળીયા (મી)ના ભાવપર ગામે રહેતા કરસનભાઈ ગાંડુભાઈ બાવરવા (50) નામના આધેડ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખ સ્વામી સોસાયટી પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News