મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનની મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સમીક્ષા કરાઇ


SHARE









મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનની મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સમીક્ષા કરાઇ

મોરબી જિલ્લામાં ઓક્ટોબર- 2025 માં પડેલ કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાન થયેલ છે તેની સમિક્ષા બેઠકનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરી આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ, ધારાસભ્ય, ઇન્ચાર્જ કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને ત્યારે મંત્રીએ જરૂરી સૂચન કર્યા હતા.

મોરબી કલેક્ટર કચેરીના સભા ખંડમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ખેતી પાકમાં થયેલ નુકશાનની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ બની કામગીરી કરી રહી છે, ત્યારે અધિકારી/ કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવી ખેડૂતો માટે કામગીરી કરે તે જરૂરી છે. અને નુકસાની સર્વેની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરીને કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા મંત્રીએ અધિકારીને તાકીદ કરી હતી.

આટલુ જ નહીં હાલમાં સર્વે માટે જે ટીમો બનાવવામાં આવેલ છે તેમાં જરૂર હોય તો વધારે ટીમોની રચના કરવા માટેની પણ સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકાવાર અને પાકવાર ફાઈનલ વાવેતર મુજબ ખરીફ પાક-2025 ની સ્થિતિ, વર્ષ-2025 માં વરસાદના આંકડા, જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનની તાલુકાવાર વિગતો, નુકસાનગ્રસ્ત વિસ્તાર અને સર્વેની જોગવાઈ અને અમલવારી સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી, ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, ઇન્ચાર્જ ડીડીઓ નવલદાન ગઢવી, એસપી મુકેશ પટેલ, ઇન્ચાર્જ અધિક કલેક્ટર ઉમંગ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા સહિતના પદાધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ, મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, જિલ્લા ખેતવાડી અધિકારી સહિતના હાજર રહ્યા હતા




Latest News