હળવદ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી પહેલા ઢગલામાં આગ લાગતાં અંદાજે 400 મણ કપાસ ખાખ
SHARE
હળવદ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી પહેલા ઢગલામાં આગ લાગતાં અંદાજે 400 મણ કપાસ ખાખ
હળવદમાં આવેલ માર્કેટ યાર્ડમાં સોમવારે સવારે રાબેતા મુજબ કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી તેવામાં કોઈ કારણોસર કપાસના ઢગલામાં આગ લાગી હતી અને જોત જોતામાં 7 થી 8 જેટલા કપાસના ઢગલામાં આગ પ્રસરી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જોકે, કપાસના જે ઢગલામાં આગ લાગી હતી તે કપાસ બળીને ખાખ થઈ ગયો હતો અને મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
હળવદ માર્કેટ યાર્ડમાં આવેલ મહારાણા પ્રતાપ સેડમાં કોઈ કારણોસર કપાસના ઢગલા જે જગ્યાએ કરવામાં આવ્યા હતા ત્યા આગ લાગી હતી અને જોત જોતામાં 7 થી 8 ઢગલા આગની ઝપેટમાં આવી ગયા હતા. જેથી કપાસ બળી ગયો હતો જો કે, આગ આગળ ન વધે તેના માટે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ફાયરની ટિમ ત્યાં આવી હતી અને પાણીનો માર કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં અંદાજે 350 થી 400 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો છે. જેથી ખેડૂતો ઉપર આફત આવી પડી હતી. હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે કપાસ આગમાં બળીને ખાખ થયો છે તેનો તોલ થયો ન હતો પરંતુ યાર્ડ દ્વારા ખેડૂતોને નુકસાન ન થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે.









