મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા ઓવરબ્રિજ ઉપર ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માત: રીક્ષામાં બેઠેલા બે વ્યક્તિને ગંભીર ઇજા


SHARE









ટંકારાના મિતાણા ઓવરબ્રિજ ઉપર ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માત: રીક્ષામાં બેઠેલા બે વ્યક્તિને ગંભીર ઇજા

રાજકોટ-મોરબી હાઇવે પર મિતાણા ઓવરબ્રિજ પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ટ્રક અને સી.એન.જી. રિક્ષા વચ્ચે ટક્કર થયેલ છે જે બનાવમાં  બે વ્યક્તિ ગંભીર થતા તેને સારવારમાં ખસેડાયેલ છે.

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે ઓવરબ્રિજ નજીકથી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળના ભાગમાં આવી રહેલ સીએનજી રીક્ષાના ચાલકે ધડાકા ભેર તેની રીક્ષા ટ્રકની પાછળ અથડાવી હતી જેથી કરીને ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવની તાત્કાલિક ટંકારા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ કાર્મચારી ધવલભાઈ પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇજા પામેલા બંન્ને વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અને બનાવ સ્થળ ઉપર હાજર મિલન નિમાવતએ જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ ચડતી વખતે સી.એન.જી. રિક્ષા અચાનક ટ્રકના પાછળના ભાગે ઘુસી ગઈ હતી. અકસ્માત થયો હતો જેમા રિક્ષાનો આગળનો ભાગ તુટી ગયો છે.




Latest News