દિલ્હી બ્લાસ્ટના પગલે મોરબી જીલ્લામાં વાહન, હોટલ, બસ અને રેલ્વે સ્ટેશન ઉપર ચેકિંગ
મોરબીમાં ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો માટે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા બાબતે ક્લેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ૧૩ થી ૧૫ તારીખ દરમિયાન મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારું આયોજન માટે સબંધિત વિભાગોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
મોરબીમાં તા ૧૫/૧૧ ના રોજ પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૩ થી ૧૫ નવેમ્બર દરમિયાન તમામ જિલ્લાવાસીઓ માટે સેવા સેતુ યોજાશે અને શાળાઓમાં ભગવાન બિરસા મુંડા આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ૧૪ નવેમ્બરના રોજ નવજીવન સ્કૂલ ખાતે કબડ્ડીની સ્પર્ધા પણ યોજાશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ કલેક્ટર ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી મુખ્ય મથક સિવાયના અધિકારીઓ વીડિયો મીટના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.
મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવા વાહનોની જરૂર
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પુરી પાડવા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકોએ ૧૮ નવેમ્બર સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવો જેથી બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડી શકાય.
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૫ ના બાળકોનું ઘરથી શાળા સુધીનું અંતર એક કિલોમીટરથી વધુ હોય અને ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓનું શાળાથી ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય એવા વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા અને લઈ જવા માટે સમગ્ર શિક્ષા મોરબી દ્વારા ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ અને આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન મળી શક્યુ નથી.
વર્ષ ૨૦૨૫-૨૬ માં શિક્ષણ વિભાગના તેમજ આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન (પીળી નંબર પ્લેટ વાળું), ફૂલ વીમો અને વાહનનું ફિટનેસ સર્ટિ ધરાવતા વાહન ચાલકો/માલિકોએ તા.૧૮/૧૧/૨૦૨૫ સુધી સવારના ૧૦.૩૦ થી ૦૬:૧૦ કલાક સુધી જિલ્લા પ્રોજેક્ટ કચેરી, હંટર ટ્રેનિંગ હોસ્ટેલ બિલ્ડિંગ, શક્તિ ચોક, મોરબીનો અને દરેક તાલુકાના બીઆરસી ભવન પર રૂબરૂ તેમજ મોબાઈલ નં.૬૩૫૨૮૨૫૧૪૭ ઉ૫ર સંપર્ક કરવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે









