ટંકારાના મિતાણા ઓવરબ્રિજ ઉપર ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માત: રીક્ષામાં બેઠેલા બે વ્યક્તિને ગંભીર ઇજા
દિલ્હી બ્લાસ્ટના પગલે મોરબી જીલ્લામાં વાહન, હોટલ, બસ અને રેલ્વે સ્ટેશન ઉપર ચેકિંગ
SHARE
દિલ્હી બ્લાસ્ટના પગલે મોરબી જીલ્લામાં વાહન, હોટલ, બસ અને રેલ્વે સ્ટેશન ઉપર ચેકિંગ
દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયો છે ત્યારબાદ સમગ્ર ભારત દેશની અંદર હાલમાં પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને હોટલો સાહિતની જુદીજુદી જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ આવી આવ્યું હતું.
ગઇકાલે મોડી સાંજે દિલ્હીમાં કારની અંદર બ્લાસ્ટ થયો હતો અને તે બ્લાસ્ટની અંદર 9 લોકોના મૃત્યુ થયા હોવાની વિગત સામે આવી રહી છે ત્યારે આ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્ય પોલીસ વડા દ્વારા ગઇકાલે મોડી રાતે સમગ્ર રાજ્યની અંદર એલર્ટનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી જિલ્લામાં એસપી મુકેશકુમાર પટેલની સૂચના મુજબ ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી પીઆઇ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઈ સહિતના પોલીસ જવાનો દ્વારા મોરબી શહેર અને જીલ્લામાં વાહન, હોટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન ઉપર પણ ચેકિંગ કર્યું હતું આ ઉપરાંત મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યુ હતું કે, કોઈએ ખોટી અફવામાં લોકોને આવવું નહીં અને સોશ્યલ મીડિયામાં કોઈપણ મેસેજને શેર કરતાં પહેલ વેરિફિકેશન કરવા માટે અપીલ કરી હતી.









