મોરબી જીલ્લામાં એકતા પદયાત્રા અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેક્ટર
માળિયા (મી)ના વેજલપર ગામે જાહેરમાં જુગાર રમતા 11 શખ્સ 30,300 ની રોકડ સાથે પકડાયા
SHARE
માળિયા (મી)ના વેજલપર ગામે જાહેરમાં જુગાર રમતા 11 શખ્સ 30,300 ની રોકડ સાથે પકડાયા
માળિયા (મી.) તાલુકા પોલીસની ટીમે વેજલપર ગામે જુગારની રેડ કરી હતી ત્યારે નવા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 11 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 30,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
માળિયા મિયાણા તાલુકાનાં વેજલપર ગામે નવા પ્લોટમાં કોળીવાસની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રાહુલભાઈ રામજીભાઈ ઝીઝુવાડિયા, મનસુખભાઈ કારૂભાઇ ઝીઝુવાડિયા, વિક્રમભાઈ સુંદરજીભાઈ સુરેલા, ગૌતમભાઈ રમેશભાઈ દેગામા, હિતેશભાઈ ગોવિંદભાઈ સાંતલપરા, મનહરભાઈ ખોડાભાઈ દેગામા, વિજયભાઈ ગોરધનભાઈ ઝીઝુવાડિયા, વિનોદભાઈ લાલજીભાઈ ઝીઝુવાડિયા, ધર્મેશભાઈ દશરથભાઈ ઝીઝુવાડિયા, હિતેશભાઈ ગણપતભાઈ ઝીઝુવાડિયા અને ધનજીભાઈ નાનજીભાઈ ઝીઝુવાડિયા રહે. બધા વેજલપર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 30,300 ની રોકડ કબ્જે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.









