મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ મોરબીના આમરણ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ડીઝલ ચોર ગેંગનો પર્દાફાશ: મોરબી તાલુકામાં ડીઝલ ચોરી કરવાના ગુનામાં બે આરોપી 3 લાખના મુદામાલ સાથે પકડાયા, બેની શોધખોળ


SHARE



























ડીઝલ ચોર ગેંગનો પર્દાફાશ: મોરબી તાલુકામાં ડીઝલ ચોરી કરવાના ગુનામાં બે આરોપી 3 લાખના મુદામાલ સાથે પકડાયા, બેની શોધખોળ

મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલ કારખાના પાસે પાર્ક કરવામાં આવેલ ટ્રક ટ્રેલરની ડીઝલ ટેન્કનો લોક તોડીને તેમાંથી ડિઝલની ચોરી કરવામાં આવી હતી એની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એલસીબીની ટીમે બે શખ્સને પકડીને જુદાજુદા વાહનની ડિઝલ ટેન્ક તોડીને ડીઝલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. અને હાલમાં ગુન્હામાં વપરાયેલ કાર સહિત કુલ મળીને 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં જે બે શખ્સના નામ સામે આવેલ છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી લખધીરપુર રોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે ફરીયાદીએ તેનું ટ્રક ટ્રેલર નં. આરજે 14 જીક્યૂ 4374 વાળી પાર્ક કરીને મૂક્યું હતું અને તે ટ્રકની કેબીનમાં સુતેલ હતો તેવામાં કોઇ અજાણ્યા શખ્સે ટ્રકની ડીઝલ ટાંકીના ઢાંકણાનો લોક તોડી નાખ્યો હતો અને ટાંકીમાંથી આશરે 140 લીટર જેટલુ ડીઝલ ચોરી કરી લીધું હતું જેથી 13 હજારના ડીઝલની ચોરીની ફરિયાદ ભોગ બનેલા ટ્રક ડ્રાઇવરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવેલ હતી. આ ગુનાની તપાસ એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરી રહ્યો હતો તેવામાં બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારમાં સી.સી.ટી.વી. ચેક કરવામાં આવ્યા હતા

દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ જે.પી.કણસાગરા અને તેઓની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હકિકત મળેલ હતી કે આ ડીઝલ ચોરીનો ગુનો આચરનાર સ્વીફ્ટ ગાડી નં. જીજે 3 એચઆર 0581 વાળીનો ચાલક તથા અન્ય એક શખ્સ જુના ઘુંટું રોડ ઉપર આવેલ સ્મશાન પાસે ગાડી સાથે ઉભેલ છે જેથી એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને કાર સાથે બંને શખ્સને મુદામાલ સાથે હસ્તગત કર્યા હતા. હાલમાં આરોપી હરેશભાઇ વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ બાલસાણીયા (21) રહે. ભવાનીનગર ઢોરો હળવદ અને જીજ્ઞેશભાઇ ઉર્ફે જુગો ભરતભાઇ ખેર (26) રહે. મેરૂપર દલવાડી વાસ તાલુકો હળવદ વાળાને પકડવામાં આવેલ છે અને બંને આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કર્યા છે.

જે આરોપીઓને પકડેલ છે તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન વિપુલ રેવર રહે. સોલડી તાલુકો ધાંગ્રધા અને અમીતભાઇ ઠાકોર રહે. કવાડીયા હળવદ વાળાના નામ સામે આવેલ છે તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને પકડાયેલ બંને આરોપીઓ પાસેથી પોલીસે 3 લાખની કાર અને ડિઝલ ચોરી કરવામા ઉપયોગ કરેલ ખાલી 7 કેરબા સહિત કુલ મળીને 3,00,450 નો મુદામાલ કબ્જે કરેલ છે. અને આ આરોપીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી મોરબી તાલુકા વિસ્તારમાં જેતપર રોડ તથા અલગ અલગ જગ્યાએ રાત્રીના સમયે પાર્ક કરેલ ટ્રકો સહિતના ભારે વાહનોને નિશાન બનાવીને તેની ડીઝલ ટાંકીઓના ઢાંકણા યેનકેન પ્રકારે ખોલીને તેમાથી ડીઝલની ચોરી કરવામાં આવતી હતી.


















Latest News