મોરબીના આમરણ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
SHARE
મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ મેડિકલ કોલેજની સામેના ભાગમાંથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેની ઓળખ મેળવવા માટે થઈને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોરબી શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન પાસે મેડિકલ કોલેજની સામેના ભાગમાં કોઈ અજાણ્યા 40થી 45 વર્ષના અજાણ્યો યુવાન મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હતો જેથી તેના મૃતદેહને ત્યાંથી મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા કાશીબેન કાળુભાઈ કંઝારીયા (76) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાપાજી ફન વર્લ્ડ પાસે બાઈકમાંથી તે પડી ગયા હતા જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
યુવાન સારવારમાં
મોરબીના જેલ રોડ ઉપર રહેતા રાજેશભાઈ શાંતિલાલ ચૌહાણ (47) નામનો યુવાન લીલપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
વૃદ્ધા સારવારમાં
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરદારનગરમાં રહેતા રમાબેન અશોકભાઈ (60) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈકમાંથી પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેની સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









