વાંકાનેરના આંબેડકરનગરમાં થયેલ મારામારીમાં સમજાવવા માટે ગયેલ મહિલા અને તેની દીકરીને માર માર્યો: 6 સામે ફરિયાદ
SHARE
વાંકાનેરના આંબેડકરનગરમાં થયેલ મારામારીમાં સમજાવવા માટે ગયેલ મહિલા અને તેની દીકરીને માર માર્યો: કુલ 6 વ્યક્તિ સામે ફરિયાદ
વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં- 3 માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ ફરિયાદ નોંધાઇ હતી ત્યાર બાદ હવે સામાપક્ષેથી ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરમાં આવેલ મહાવીર નગર સોસાયટીમાં રહેતા જયાબેન મનુભાઈ સોલંકી (45)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અરવિંદભાઈ રૂપાભાઈ સોલંકી, જીતેશભાઈ અરવિંદભાઈ સોલંકી, અરવિંદભાઈની દીકરી વૈશાલીબેન અને હેતલબેન તેમજ ભવાનભાઈ રૂપાભાઈ સોલંકી અને નિલેશભાઈ ભવનભાઈ સોલંકી રહે. બધા આંબેડકરનગર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી અરવિંદભાઈ તેના દીકરા તેમજ દીકરીએ સાહેદ અમૃતભાઈને છૂટી ઈંટ મારીને બંને પગમાં ઇજા કરી હતી અને ગાળો બોલી હતી જેથી ફરિયાદી અને તેની દીકરી શીતલ બંને આરોપીના ઘરે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી હતી અને વૈશાલીબેન તથા હેતલબેનએ ફરિયાદી અને સાહેદ શીતલબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો જેમાં ફરિયાદીને જમણા ખભામાં ઇજા થયેલ છે અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.