ક્રુષિ રાહત પેકેજ: મોરબી સહિત ગુજરાતમાં ૧૫ દિવસ સુધી અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકાયું
SHARE
ક્રુષિ રાહત પેકેજ: મોરબી સહિત ગુજરાતમાં ૧૫ દિવસ સુધી અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકાયું
ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે રાજ્ય સરકારશ્રી દ્વારા ‘ક્રુષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫’ જાહેર કરવામા આવ્યું છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઑનલાઇન અરજીઓ કરવા માટે તા.૧૪/૧૧/૨૦૨૫ થી ૧૫ દિવસ સુધી ખુલ્લું મુકવામા આવ્યું છે, આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે. ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત રજિસ્ટ્રેશન કરાવવાનુંસ રહેશે જેની મોરબી જિલ્લાના સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે