ક્રુષિ રાહત પેકેજ: મોરબી સહિત ગુજરાતમાં ૧૫ દિવસ સુધી અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકાયું
મોરબી કાલે મંત્રી કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં ૫૯.૭૭ કરોડથી વધુના કામોનું કરાશે ખાતમુહૂર્ત
SHARE
મોરબી કાલે મંત્રી કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં ૫૯.૭૭ કરોડથી વધુના કામોનું કરાશે ખાતમુહૂર્ત
મોરબી જિલ્લામાં શનિવારે તા.૧૫ ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે બેલા(રંગપર) ખાતે રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. જ્યાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તકના ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લામાં વાહન વ્યવહાર સુગમ બનાવવા તથા પરિવહન ક્ષેત્રે માળખાકીય પરિવર્તન માટે અંદાજે ૨૮.૪૩ કરોડથી વધુના ખર્ચે બેલા ભરતનગર (શ્રી ખોખરા હનુમાન) રોડ, અંદાજે ૭.૯૦ કરોડના ખર્ચે પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ, અંદાજે ૭.૫૧ કરોડથી વધુ ના ખર્ચે ઝિકિયારી ખાતે મેજર બ્રિજ અને અંદાજે ૧૫.૯૩ કરોડથી વધુના ખર્ચે અણીયારી વેજલપર ઘાટીલા રોડ સહિતના રોડ રસ્તાની ભેટ મોરબી જિલ્લાને મળવા જઈ રહી છે. આ પ્રસંગે મોરબી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે આ પ્રસંગે મોરબી જિલ્લા વાસીઓને પધારવા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત તથા સ્ટેટ) દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.