ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત
SHARE
ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત
ટંકારાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ કારણોસર સગીર બાળક પડી ગયો હતો જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું અને તે બાળકના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો હતો અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ કુવાની અંદર સગીર બાળક પડી ગયો હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને કુવાના પાણીમાં પડી જવાથી પાણીમાં ડૂબી જવાના કારણે સગીર બાળકનું મોત નીપજયું હતું તે બાળકના મૃતદેહને ખાટલાની મદદથી ફાયરની ટીમે કૂવાની બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના સગીર બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક બાળકનું નામ જયદીપ મહેશભાઈ ભાભોર હોવાનું ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકી પાસેથી જાણવા મળેલ છે.