મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું
મોરબી સહિત ગુજરાતમાં S.I.R ની કામગીરી માટે સમય વધારીને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની આપની માંગ
SHARE
મોરબી સહિત ગુજરાતમાં S.I.R ની કામગીરી માટે સમય વધારીને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની આપની માંગ
મોરબી જિલ્લા સહિત રાજ્યમાં ચાલી રહેલ S.I.R ની કામગીરીમાં સમયગાળો વધારવામાં આવે અને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશના જોઇન્ટ સેક્રેટરીએ મુખ્ય ચુંટણી કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.
મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સમિતિના જોઇન્ટ સેક્રેટરી કે.ડી. બાવરવાએ હાલમાં મુખ્ય ચુંટણી કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કમીગીરી ચાલી રહી છે. જેમાં બી.એલ.ઓ. ઘરે ઘરે એક વાર ગણીતરી પત્રક પહોચાડે છે. અને બીજીવારે તે લેવા જાય છે જે કામગીરી બાબતે મોરબીના એક બી.એલ.ઓ. દ્વારા નામ નહિ જણાવવાની શરતે કહ્યું હતું કે, અમોને ૧૦૦ % કામગીરી બતાવવાની ફરજ પાડવામાં આવે છે. જેથી અમો ઓનલાઈન ૧૦૦% કામગીરી બતાવી દઈએ છીએ પરંતુ હકીકતમાં અમોને ૧૦૦ % લોકો મળતા નથી. અમો ખુબજ ટેન્સનમાં છીએ. આ ઉપરાંત આ કામગીરીમાં જે વિસ્તારમાં ઓછું ભણેલા લોકોનો વસવાટ છે. તેવા વિસ્તારમાં લોકો પોતાની વિગત પોતાની જાતે ભરી શકે તેમ નથી આવા કેસમાં બી.એલ.ઓ. દ્વારા જો આ વિગતો ભરવાની કામગીરી કરવામાં આવે તો જ આ કામગીરી સારી રીતે થઈ શકે તેમ છે. અને આ કામગીરી માટે નક્કી કરવામાં આવેલ સમયગાળો પુરતો ન હોય તેમાં વધારો કરવા અને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની માંગણી કરી છે.