મોરબીમાં કમલમ કાર્યલયનું આજે નિરીક્ષણ કરતાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા
મોરબીના રંગપર નજીક આવેલાં કારખાનામાં આગથી લાખોનું નુકશાન
SHARE
મોરબીના રંગપર નજીક આવેલાં કારખાનામાં આગથી લાખોનું નુકશાન
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં આવેલા સોકોસ્વીચ પ્રા.લી. નામના યુનીટના કિલન વિભાગમાં ગત તા.9-11ના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો.
જે બનાવના લીધે લાખોની નુકશાની થયા અંગે યુનીટના કમલભાઈ ચંદુભાઈ બાવરવા રહે. સંસ્કૃતિ હાઈટસ યદુનંદન સોસાયટી, એસટી રોડ એ તાલુકા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે નોંધ કરી રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.
આધેડ સારવારમાં
મોરબીના સોખડા ગામની પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા પ્રભુભાઈ મગનભાઈ આદ્રોજીયા (63) રહે. નવા નાગડાવાસને સારવારમાં લઈ જવાયા હતા. જયારે વાંકાનેર હાઈવે લાલપર અને જાંબુડીયા વચ્ચે વાહન અકસ્માતમાં ઈજા થતા બ્રિજરાજસિંહ રામવિલાસ (35) રહે. લાલપરને સિવિલે ખસેડાયો હતો તેમજ નવલખી રોડ, ખાખરાળા નજીક વાહનમાં જતા વખતે વાહન સ્લીપ થઈ જતા ઉષાબા વિજયસિંહ ચુડાસમા, રહે.અમૃતપાર્ક નવલખી રોડને સારવારમાં ખસેડાયા છે.
વાહન અકસ્માત
ટંકારાના અમરાપર ગામે રહેતા રસુલભાઈ મીમનજીભાઈ બાદી ટંકારાથી મોરબી આવતા હતા ત્યારે શનાળા ગામ પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. વાવડીરોડ ભગવતીપરા વિસ્તારમાં બાઈકની પાછળથી પડી જતા ફરીદાબેન સતારભાઈ પીલુડીયા (60) રહે.લાયન્સનગર શનાળા ઈજા પામ્યા હોય સારવાર માટે લઈ જવાયા હતા.
તેમજ માળીયા (મીં)માં લોધીવાસ વિસ્તારમાં રહેતા જુનસ રમઝાનભાઈ મોવર (18) નામનો યુવાન માળીયા પાસેની ઓનેસ્ટ હોટલ પાસેથી જતો હતો ત્યારે કોઈ કારચાલકે હડફેટ લેતા ડાબા પગના ભાગે ઈજા થવાથી સારવાર માટે મોરબી લવાયો હતો.
આરોપીનો કબજો લેવાયો
મોરબી તાલુકા પોલીસે નવસારી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે દારૂ તેમજ બોગસ ડોકયુમેન્ટ સબબ વર્ષ 2024માં નોંધાયેલ કેશમાં દિપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઈ પટ્ટણી પટેલ (37) રહે. સાહરગામ અંબાજી મંદિર પાસે, અંધેરી ઈસ્ટ મુંબઈ મુળ રહે. ચિત્રોળ તા.રાપર, જી.કચ્છની ધરપકડ કરી હતી.
અકસ્માતે ઈજા
મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટી પાસે કામ દરમ્યાન આશરે ત્રીસેક ફુટની ઉંચાઈએથી નીચે પડી જતા રંજનબેન ઈશ્ર્વરભાઈ ઈટોલીયા (65) રહે.જસાપર સુરેન્દ્રનગરને ફ્રેકચર જેવી ઈજાઓ થયેલ હોય રાજકોટ સિવિલના આઈસીયુ વોર્ડમાં એડમીટ કરાયા હતા. રાજકોટથી યાદી આવતા બી ડીવીઝન પોલીસ મથકના હિતેષભાઈ મકવાણાએ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ કરી હતી