ઇતિહાસ રચાયો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ પહોચ્યા વૈશ્વિક મંચ ઉપર
મોરબીમાં કમલમ કાર્યલયનું આજે નિરીક્ષણ કરતાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા
SHARE
મોરબીમાં કમલમ કાર્યલયનું આજે નિરીક્ષણ કરતાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા
મોરબીના સનાડા ગામ પાસે કમલમ કાર્યાલય તૈયાર થઈ ગયું છે અને આગામી તા. 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કમલમ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે. ત્યાર પહેલા શનિવારે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા કમલમ કાર્યાલય ખાતે પહોચ્યા હતા અને આગામી કાર્યક્રમને લઈને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
ગુજરાતના દરેક જીલ્લામાં અધ્યતન સુવિધાઓ સજ્જ કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં સનાળા ગામ પાસે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેના ઉદ્ઘાટન પ્રસંગે આગામી તા. 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબી આવી રહ્યા છે અને તેઓની સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોપણ યોજવાનો છે જેથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે શનિવારે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા કમલમ કાર્યાલય ખાતે પહોચ્યા હતા ત્યારે તેઓની સાથે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ઊભી કરવામાં આવેલ સુવિધાઓ વિષેની ચર્ચા કરી હતી તેમજ આગમી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેની ચર્ચા પણ કરવામાં આવી હતી.