મોરબીમાં મિત્ર સાથે થયેલ મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ હોકી વડે મારમાર્યો
SHARE
મોરબીમાં મિત્ર સાથે થયેલ મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ હોકી વડે મારમાર્યો
મોરબીના લાલપર ગામ પાસે આવેલ કેલ્વિન એન્ટરપ્રાઇઝ પાસે રોડ ઉપરથી પસાર થયેલ યુવાનના મિત્ર સાથે અગાઉ થયેલ મનદુઃખનો ખાર રાખીને યુવાનને પકડી રાખ્યો હતો અને ત્યાર બાદ ત્રણ શખ્સોને ત્યાં બોલાવીને યુવાનને હોકી વડે પગના ભાગે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખીને ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ કુલ 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ પાવન પાર્ક શેરી નં-6 માં રહેતા ગૌતમકુમાર શૈલેન્દ્રકુમાર ઝા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હિતેશભાઈ પટેલ રહે. કુમાર ઇન્ડસ્ટ્રીઝ મોરબી તથા ત્રણ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ કુંદનભાઈને આપેલ હાથ ઉછીને રૂપિયા પરત લેવા માટે કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે ફરિયાદીના મિત્ર વિજયભાઈને આરોપી હિતેશભાઈ પટેલ સાથે અગાઉ કોઈ બાબતે મનદુખ થયું હતું જે બાબતનો ખાર રાખીને ફરિયાદીને આરોપીએ પકડી રાખ્યો હતો અને ફોન કરીને બીજા ત્રણ શખ્સોને ત્યાં બોલાવતા તે ત્યાં આવી ગયા હતા અને ત્યારબાદ અજાણ્યા ત્રણેય શખ્સોએ ફરિયાદીને પકડી રાખેલ હતો અને હિતેશભાઈએ હોકી વડે ફરિયાદીને બંને પગના સાથળના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે