મોરબી જીલ્લામાં સોમ, મંગળ અને ગુરૂવારે એકતા પદયાત્રા યોજાશે
SHARE
મોરબી જીલ્લામાં સોમ, મંગળ અને ગુરૂવારે એકતા પદયાત્રા યોજાશે
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો અન્વયે મોરબી જિલ્લામાં પણ વિધાનસભા મત વિસ્તાર મુજબ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમો અન્વયે તા ૧૭/૧૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ૬૬-ટંકારા પડધરી વિધાનસભા મત વિસ્તાર માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું આર્ય સમાજ ટંકારા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે હરબટીયાળી ખાતે સમાપન કરવામાં આવશે. તો ૧૮/૧૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ૬૭-વાંકાનેર મત વિસ્તાર વિધાનસભા માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું કિરણ સીરામીક રાતી દેવડી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે અને વાંકાનેર ટાઉનહોલ ખાતે સમાપન કરવામાં આવશે. જયારે તા ૨૦/૧૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ૬૫-મોરબી માળીયા વિધાનસભા મત વિસ્તાર માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડની સામેથી પ્રસ્થાન કરવામાં આવશે અને મણીમંદિર/ શક્તિ ચોક ખાતે સમાપન કરવામાં આવશે. આ એકતા પદયાત્રા દરમિયાન રૂટ પર વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવશે, શ્રી સરદાર પટેલના જીવન આધારિત પ્રદર્શન તથા યોગ પ્રદર્શન કરવામાં આવશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. આ પદયાત્રામાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.