મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીની મુલાકત લેતા સાંસદ-જિલ્લા પંચાયતના પ્રમુખ
SHARE
મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીની મુલાકત લેતા સાંસદ-જિલ્લા પંચાયતના પ્રમુખ
મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ ઉપર થોડા સમય પહેલા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન અને સમાજવાડીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ હાલમાં દાતના સહયોગથી બાંધકામ આગળ વધી રહ્યું છે. તેવામાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાના આગ્રહને માન આપીને સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ભાજપના સભ્યો સહિતના હાજર રહ્યા હતા અને સમાજ માટે હીરાભાઈ ટમારિયા અને તેઓની ટીમે જે સુવિધા ઊભી કરવા માટેનું આયોજન કર્યું છે તેની સાંસદ સહિતના તમામ લોકોએ પ્રસંશા કરી હતી. આ તકે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ હીરાભાઈ ટમારિયા તેમજ વાલાભાઈ રબારી અને રવિભાઈ રબારી સહિતના ત્યાં હાજર રહ્યા હતા.