મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા
મોરબીમાં અમિત શાહ કમલમના ઉદઘાટન માટે આવવાના હોય તેના આયોજન માટે મિટીંગ યોજાઇ
SHARE
મોરબીમાં અમિત શાહ કમલમના ઉદઘાટન માટે આવવાના હોય તેના આયોજન માટે મિટીંગ યોજાઇ
આગામી તા.૨૧ ને શુક્રવારે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નવ નિર્મિત કાર્યાલય "મોરબી કમલમ"ના ઉદ્ધઘાટન તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માના અભિવાદન સમારોહ પ્રસંગે દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મોરબી પધારવાના હોય આ કાર્યક્રમના આયોજન માટે મોરબી ૬૫- વિધાનસભા તાલુકા વિભાગની મિટિગ સ્થાનીક ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલયે યોજાઇ હતી.મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સાગરભાઈ સદાતીયા, મોરબી તાલુકા મહામંત્રી સવજીભાઈ સુરાણી, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નીરજભાઈ ભટ્ટ, મુકેશભાઇ ગામી, દિપકભાઇ અંદરપા, કેતનભાઈ બોપલીયા, કાંતિભાઈ માકાસણા, રજનીભાઇ અગોલા, વિનોદભાઇ ડાભી તેમજ હોદેદારો સરપંચ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બુથ પ્રમુખ અને કાર્યકર્તા તેમજ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.