મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સ


SHARE









માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબી જિલ્લાના માળિયા મિયાણાં તાલુકાનાં વર્ષામેડી ગામ પાસે વર્ષ 2021 માં આધેડની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 20 હજારનો દંડ કર્યો છે.

માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે રહેતા ભાનુબેન ભરતભાઈ વાઘેલાએ ગત તા. 21/5/21 ના રોજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરા હરેશભાઈએ વર્ષામેડી ગામે રહેતા દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની બહેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનું મનદુઃખ રાખીને દિનેશ ઉર્ફે નીનોએ છરી વડે ફરિયાદી તેઓના પતિ ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (51) સાથે તેના બાઈકમાં વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા ત્યારે હુમલો કર્યો હતો અને દિનેશે ફરિયાદી અને તેના પતિને ગાળો આપીને ફરિયાદીના પતિ ભરતભાઈને છરીના ઘા માર્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની તા 23/5/21 ના રોજ ધરપકડ કરી હતી આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ પી.ડી.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા (29) રહે વર્ષામેડી તાલુકો માળિયા વાળાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો હતો અને જો આરોપી દંડની રકમ ન ભારે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે.




Latest News