માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સ
મોરબી જીલ્લામાં તંત્ર એકતા યાત્રામાં ભાજપ સંગઠનને બોલાવે તો કોંગ્રેસને કેમ નહીં: મહેશ રાજકોટીયાનો કલેક્ટરને અણીદાર સવાલ
SHARE
મોરબી જીલ્લામાં તંત્ર એકતા યાત્રામાં ભાજપ સંગઠનને બોલાવે તો કોંગ્રેસને કેમ નહીં: મહેશ રાજકોટીયાનો કલેક્ટરને અણીદાર સવાલ
હાલમાં મોરબી જીલ્લામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે એકતા યાત્રાના આયોજન કરવામાં આવે છે જેમાં જીલ્લા તંત્ર દ્વારા ભાજપના સાંસદ, ધારાસભ્યો અને તાલુકા તથા જીલ્લા પંચાયતના સભ્યો અને ભાજપના સંગઠનને બોલાવે છે જેથી આ કાર્યક્રમ શાસક પક્ષનો હોય તેવું ચિત્ર ઊભું કરવામાં આવે છે. સરદાર પટેલ માત્ર ભાજપના નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના હિતના હિમાયતી હતા જેથી તંત્રની ભેદભાવ ભરી નીતિરીતિની સામે મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય અને જિલ્લા કોંગ્રેસનાં આગેવાન મહેશ રાજકોટીયાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
જેમાં મહેશ રાજકોટીયાએ જણાવ્યુ છે કે, એકતા યાત્રામાં તંત્ર દ્વારા ટંકારા વિરોધપક્ષ કોંગ્રેસના આગેવાનો કે કોંગ્રેસના ચુંટાયેલા સભ્યો અને સંગઠનના અગ્રણીઓને કેમ બોલાવતું નથી ?, કેમ તંત્ર સત્તાપક્ષની કઠપુતળી બનીને કાર્યક્રમ કરે છે ?, અધિકારીઓએ જાણી જોઈને જ કોઈ વિરોધ પક્ષના પદાધિકારીને બોલાવતા નથી. તેવું સ્પષ્ટપણે દેખાઈ છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ એકતા અને અખંડતાના પ્રણેતા હતા જયારે તેનો જ સંદેશ લઇને તંત્ર નીકળે છે તેમાં સરકારનો પ્રોગ્રામ ઓછો અને માત્ર ભાજપનો જ પ્રોગ્રામ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમણે એવું પણ કહ્યું છે કે, "સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ" નું નામ ભૂંસી નાખનાર નરેન્દ્ર મોદીની એકતા યાત્રામાં દેખાઈ છે. ! તે કેટલા અંશે વ્યાજબી છે ? ખરેખર સરદાર પ્રત્યે જો સાચી ભાવના સાથે સંદેશ આપવા માંગતા હોઈ તો નરેન્દ્રમોદી એ પોતાનું નામને ભૂંસીને "સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ" ફરી નામકરણ કરવુ જોઈએ તેવી મહેશ રાજકોટીયાએ માંગણી કરેલ છે. અને સરકાર દ્વારા ખોટા તાયફા બંધ કરીને અરજદારો સરકારી ઓફિસમાં કામ માટે ધક્કા ખાઈ છે તેના કામ સમયસર પૂરા કરવા માટે સ્ટાફને ઓફિસમાં બેસાડવામાં આવે તેવી પણ માંગ કરી છે.
થોડા સમય પહેલા માવઠું થયું હતું ત્યારે બાદ ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવેલ છે જો કે, તેઓને વીઘે 3520 ની મામૂલી રકમ માટે ધક્કા ખાવા પડે છે અને તે રકમ પણ ખેડૂતોને ક્યારે મળશે. તે હાલમાં કોઈ કહેતું નથી. અને બીજી બાજુ ખેડૂતોને તેની જણસના પૂરતા ભાવ માલ્ટા નથી. જેથી ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. અંતમાં તેઓએ જણાવ્યુ હતું કે, 2017/ 18 ના વીમા કોર્ટે ખેડૂતો તરફેણમાં મંજૂર કર્યા છે અને જીલ્લા તંત્રને હુકમની કોપી આપવામાં આવેલ છે તો પણ આજ સુધી રકમ ચૂકવવામાં આવી નથી. જેથી વહેલી તકે વીમાનું રકમ આપવામાં આવે તેવી માંગ કરી છે. અને મોરબી રાજકોટ હાઇવે રોડ બનાવેલ છે પરંતુ હજુ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી ત્યાં મોરબીથી ટંકારા સુધીનો રસ્તો તૂટી ગયેલ છે. જે ભાજપની ગુજરાત સરકારના વિકાસની વાસ્તવિકતા છે જેથી તાયફા કરવાને બદલે લોકોની સુખાકારી માટે કામગીરી કરવામાં આવે તેવી મહેશ રાજકોટીયાએ કલેક્ટરને રજૂઆત કરેલ છે.