મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સ


SHARE













માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબી જિલ્લાના માળિયા મિયાણાં તાલુકાનાં વર્ષામેડી ગામ પાસે વર્ષ 2021 માં આધેડની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 20 હજારનો દંડ કર્યો છે.

માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે રહેતા ભાનુબેન ભરતભાઈ વાઘેલાએ ગત તા. 21/5/21 ના રોજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરા હરેશભાઈવર્ષામેડી ગામે રહેતા દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની બહેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનું મનદુઃખ રાખીને દિનેશ ઉર્ફે નીનોએ છરી વડે ફરિયાદી તેઓના પતિ ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (51) સાથે તેના બાઈકમાં વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા ત્યારે હુમલો કર્યો હતો અને દિનેશે ફરિયાદી અને તેના પતિને ગાળો આપીને ફરિયાદીના પતિ ભરતભાઈને છરીના ઘા માર્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની તા 23/5/21 ના રોજ ધરપકડ કરી હતી આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ પી.ડી.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા (29) રહે વર્ષામેડી તાલુકો માળિયા વાળાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો હતો અને જો આરોપી દંડની રકમ ન ભારે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે.






Latest News