મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમના વડીલોને લાલો ફિલ્મ દેખાડ્યું
મોરબીમાં 30 ટકા વ્યાજે રૂપિયા લેનારા યુવાને લાખો રૂપિયા આપ્યા છતાં બે શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ !: બે શખ્સ સામે ફરિયાદ
SHARE
મોરબીમાં 30 ટકા વ્યાજે રૂપિયા લેનારા યુવાને લાખો રૂપિયા આપ્યા છતાં બે શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ !: બે શખ્સ સામે ફરિયાદ
મોરબીમાં રહેતા યુવાનના ભાઈએ 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે લાકડા જેવુ વ્યાજ આપીને લાખો રૂપિયા વ્યાજખોરને આપી દીધા હતા તો પણ યુવાનના ભાઈના ઘર જઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધવાતા પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળ નિતીન પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનકુમાર કાંતીલાલ થોરીયા (35) એ ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇ જીવણભાઇ જીલરીયા રહે-શનાળા મોરબી અને ભાવેશભાઇ રબારી રહે. મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેના ભાઈએ ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇ જીલરીયા પાસેથી આશરે દોઢેક વર્ષ પહેલા 3 લાખ રૂપીયા 30 ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા જેની સામે 9 લાખ જેટલુ વ્યાજ આપેલ છે ત્યારબાદ ફરીયાદીના ભાઇએ ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇને દર મહિને 90 હજાર રૂપિયા આપેલ હતા તેમ છતા સમાધાન માટે ભેગા થયા હતા ત્યાં દર મહિને વ્યાજ નહીં પરંતુ 3.50 લાખ આપવાનું નક્કી કર્યું હતું જેથી ફરિયાદીના ભાઈએ તેની બેન્કનો ચેક લખીને આપેલ હતો. જો કે, આ રૂપિયા સમયસર આપી ન શકતા તે રૂપિયા ઉપર મહિને 5 ટકા લેખે વ્યાજ આપવું પડશે તેવું ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇએ કહ્યું હતું ત્યાર બાદ આરોપીએ ફરિયાદીને અલગ અલગ જગ્યાએ બોલાવી ગાળો આપેલ હતી અને બંને આરોપીઓએ સાથે મળીને તા 14/11 ના રોજ ફરિયાદીના ઘર પાસે જઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધવાતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.