સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાની એકતા યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા
SHARE
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાની એકતા યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે અને એકતા યાત્રા યોજાઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા કક્ષાની એકતા યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય આગેવાનો તથા કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓને તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લઈને મણીમંદિર સુધી આ એકતા યાત્રા યોજાઇ હતી
મોરબીમાં આજે જિલ્લા કક્ષાની એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર અને કૌશલ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. ત્યારે માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝરિયા, મેઘરાજસિંહ ઝાલા, હસુભાઈ પંડ્યા, જયરાજસિંહ જાડેજા, જ્યોતિસિંહ જાડેજા, જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તથા રાજકીય આગેવાનો તેમજ કલકેટર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં જુદી જુદી શાળા કોલેજના વિદ્યાર્થીઓ એકતા યાત્રામાં જોડાયા હતા જે યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી હતી ત્યારે જય સરદારના નારાથી માર્ગો ગુંજી ઉઠયા હતા.
આ તકે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, દેશમાં 562 રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું મહત્વનું યોગદાન હતું જેથી તેઓને આજની તારીખે પણ લોકો લોખંડી પુરુષ તારીખે ઓળખે છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. જો કે, પ્રતિમાના નિર્માણ માટે જે ફાળો આવ્યો તેમાં સૌથી પ્રથમ મોરબીમાં ઉદ્યોગકારોએ નરેન્દ્ર મોદીની જે ચાંદીથી તુલા કરી હતી તે ચાંદીનો ઉપયોગ કરવામાં આવેલ હતો. જે મોરબી માટે ગર્વની વાત છે.
અંતમાં તેઓએ કહ્યું હતું કે, આજની યુવા પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈને દેશ માટે સમર્પણની ભાવના સાથે ભવિષ્યમાં પોતાનું યોગદાન આપે તેના માટે સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ શહીદો, મહાનુભાવો સહિતના લોકોમાંથી લોકોને પ્રેરણા માટે તેના માટે ભગવાન બિરસા મૂંડાની જન્મ જયંતિ સહિતના કાર્યક્રમોનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયાએ પ્રસાંગીક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ કલેકટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સર્વે ઉપસ્થિતોને સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત એકતા પદયાત્રા અન્વયે સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવા બસ સ્ટેન્ડથી મહાનગરપાલિકા સુધી આયોજિત આ એકતા પદયાત્રા થકી મોરબીમાં ઉત્સવ અને દેશભક્તિના માહોલનું સર્જન થયું હતું. અનેક જગ્યાઓએ એકતા પદયાત્રાને નિહાળવા અને તેનું અભિવાદન કરવા લોકો રસ્તાઓ ઉપર એકત્ર થયા હતા. આ યાત્રામાં વિશાળ જનમેદની સહભાગી બની હતી, અનેક સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ શાળાઓએ ઠેર ઠેર આ યાiત્રાને ઉમંગભેર આવકારી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોથી આ યાત્રાનો અભિવાદન કર્યું હતું. મોરબીની મુખ્ય બજારમાં વિવિધ વેપારીઓ, સંગઠનોએ આ યાત્રા પર પુષ્પ વર્ષા કરી યાત્રાનું અભિવાદન કર્યું હતું.મહાનગરપાલિકાના પરિસર ખાતે એકતા શપથ ગ્રહણ કરી આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, અગ્રણીઓ, પદાધિકારીઓ,અધિકારીઓ તથા નાગરિકો, વિદ્યાર્થીઓ, સંગઠનના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા