પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામ નજીક ત્રીપલ સવારી બાઈકને અકસ્માત, એક યુવાનનું મોત-બે સારવારમાં


SHARE















વાંકાનેરના હસનપર ગામ નજીક ત્રીપલ સવારી બાઈકને અકસ્માત, એક યુવાનનું મોત-બે સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવેલ હસનપર ગામની ચોકડી પાસે ગતરાત્રિના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ત્રિપલ સવારી બાઇક ટ્રેક્ટર જેવા કોઈ ભારે વાહન સાથે અથડાયું હતું.જે અકસ્માત બનાવમાં મૂળ મોરબીના પાનેલી ગામનો અને હાલ મામાને ત્યાં હસનપર ગામે રહીને મજૂરી કામ કરતા યુવાનનું મોત નિપજેલ છે.જ્યારે મૃતકના ફૈબાના દીકરા એવા બે સગા ભાઇઓને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું વાંકાનેર સિટી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી સીટી એ ડિવિઝન, વાંકાનેર સિટી પોલીસ તથા વાંકાનેર સિટી પોલીસ મથકના વનરાજસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેર ગામે હસનપર ઓવરબ્રિજ નજીક આવેલા જ્યોતિ સીરામીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો.થાનના રસ્તે આવેલ નર્સરી ચોકડી પાસે બનેલ આ અકસ્માત બનાવ ગઈકાલ તા.૨૧-૧૧ ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ત્રિપલ સવારીમાં બાઈકમાં જઈ રહેલ રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (ઉમર ૩૨) રહે.પાનેલી તા.જી.મોરબીને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેને વાંકાનેર ખાતે સારવાર માટે લઈ જવા આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં રાહુલ રમેશભાઈ વાઘાણી નામના ૩૨ વર્ષના યુવાનનું મોત નિપજયુ હતું.આ અકસ્માત બનાવમાં તેની સાથે બાઈકમાં રહેલ તેના ફઈબાના દીકરાઓ ભરતભાઈ નાથાભાઈ વિંજવાડીયા (૨૭) રહે.હસનપર તા.વાંકાનેર તથા કિશન નાથાભાઈ વિંજવાડીયા (૨૪) રહે.હસનપર તા.વાંકાનેરને પણ ઇજાઓ થઈ હોય તે બંનેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક રાહુલ વાઘાણી તેના ફઈબાને ત્યાં વાંકાનેરના હસનપર ગામે રહેતો હતો અને મામા-ફૈઈના ત્રણેય ભાઈઓ વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામ બાજુ મજૂરી કામ માટે આવ્યા હતા અને ત્યાંથી પરત તેઓ પોતાના ઘરે હસનપર બાજુ જતા હતા.ત્યારે હસનપર બ્રિજ નજીક કારખાના પાસે ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યે આ અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં તેઓનું ત્રીપલ સવારી બાઈક કોઈ ટ્રેક્ટર જેવા ભારે વાહન સાથે અથડાયું હતું.આ બનાવમાં રાહુલ વાઘાણીને ગંભીર ઇજાઓ થઈ હતી અને વાંકાનેરથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.જ્યારે ભરત અને કિશનને ઇજાઓ થઈ હોય સારવાર માટે ખસેડાયા હતા.હાલ આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકના વનરાજસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની વધુ તપાસ શરૂ કરાયેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે મોહિતભાઈની વાડીએ રહી મજૂરી કામ કરતાં પરિવારનો મિથુન વિક્રમભાઈ રાઠવા નામનો ૨૫ વર્ષનો યુવાન કોઈ કારણોસર દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મીંયાણાના જૂના ઘાંટીલા ગામે રહેતા શૈલેષભાઈ દેવશંકરભાઈ ઠાકર નામનો ૩૯ વર્ષનો યુવાન ધાંગધ્રા હાઇવે ઉપર ગુરૂકુળ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા શૈલેષભાઈ ઠાકરને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબીના લીલાપર રોડ ચાર માળીયા ખાતે રહેતા બટુકભાઈ પરસોતમભાઈ કુબલીયા નામના ૩૮ વર્ષના યુવાનને લીલાપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન વાઘણીયા નામના ૮૦ વર્ષના વૃદ્ધા એકટીવા પાછળ બેસીને જતા હતા.ત્યારે રવાપર રોડ ઉપર તેઓ વાહનમાંથી પડી ગયા હોય ઇજા પામતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

મોરબીના જુના બસ સ્ટેશન પાસે બાઈક પાછળથી પડી જતા પ્રફુલાબેન મનસુખભાઈ સવસાણી (૫૮) રહે.સુથાર શેરી મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ઓમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.તેમજ માળિયા મીંયાણાના ભેલા ગામે રહેતા મનસુખભાઈ પોલાભાઈ પંચાસરા નામા ૪૫ વર્ષના યુવાનને કોઈના દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ હળવદના કવાડિયા ગામે રહેતા ભીખાભાઈ રાઘુભાઈ ચારોલા નામના ૪૯ વર્ષનો યુવાન વાડી વિસ્તારમાંથી ગામ બાજુ આવતા હતા તે સમયે નાલા પાસે વાહન સ્લીપ થઈ જતા ઇજા પામતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ ધાંગધ્રા નજીકના કંકાવટી ગામે રહેતા માવજીભાઈ મોતીભાઈ રાઠોડ નામના ૮૦ વર્ષના વૃદ્ધ ગામની શાળા પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજા પામેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા






Latest News