મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક ખાતે મેડીકલ કેમ્પ યોજાયો
SHARE
મોરબીમા શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત રીતે શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા–૨ નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં મેડીકલ કેમ્પનું આયોજન કરેયુ હતુ જેનો ઘણા દર્દીઓએ લાભ લીધો હતો. આ કૅમ્પ માં ડૉ. તેજશ જોગી (Ms Orthopeadiuc) દ્વારા સાંધાના દુખાવા , કમર–ગરદન નો દુખાવો, હાડકાં અને સ્નાયુના રોગોની તપાસ અને નિદાન સહિત ખાસ ફિઝીયોથેરાપીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાણી ડૉ.ધ્વનિ નીમાવત, ડો.ખ્યાતિ પરમાર, અને ડૉ. પ્રતિક દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કેમ્પ યોજાયો હતો. ખાસ વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર તથા બીજા વર્ષના શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થી દ્વારા લોકોને ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી અને શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.